વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર સામાજિક પરિષદના સમાપન સત્રને સંબોધન કર્યુ હતું. ત્યારે હવે 22 જુલાઈ એટલે કે બુધવારના રોજ વધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા આઈડિયા સમિટને સંબોધન કરશે. આ શિખર સંમેલનની મેજબાની અમેરિકા અને ભારતના વ્યાપાર પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. આ વર્ષે પરિષદના ગઠનની 45મી વર્ષગાંઠ છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે.
(File Pic)
‘ઈન્ડિયા આઈડિયા સમિટ’પરિષદના ગઠનની 45મી વર્ષગાંઠ છે. 22 જુલાઈના રોજ એટલે કે બુધવારે એક શિખર સમ્મેલન થવા જઈ રહ્યું છે. બુધવારે થનારા ‘ઈન્ડિયા આઈડિયા સમિટ’ની મેજબાની અમેરિકા અને ભારતના વ્યાપાર પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સામાજિક પરિષદના સમાપન સત્રમાં ભાષણ આપ્યું હતુ. જેમાં નોર્વેના વડાપ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પણ ઉપસ્થિત હતા. નોંધનીય છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત 2021-22ના સત્ર માટે અસ્થાયી સદસ્ય બન્યું છે. સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટણીમાં જીત બાદ આ પહેલો મોકો હતો જયારે પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતુ અને ભારતની સફળ સિદ્ધિઓને ટાંકી હતી.