વડોદરાના શિનોરના અંબાલી ગામે નવનિર્મિત, BAPS સ્વામિનારાયણ મંદિર માં મૂર્તિઓ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રસ્થાપિત કર્યા બાદ, મંદિર ને જાહેર દર્શનાર્થે ખુલ્લું મુકાયું હતું. શિનોરના ધર્મપ્રિયગુપ્તા પરિવાર દ્વારા, અંબાલી ગામે આવેલ, પોતાની માલિકીની જમીન,BAPS સ્વામિનારાયણ સંસ્થા નેઅર્પણ કરી, નવનિર્મિત મંદિર માટે, જમીન આપી ભૂમિદાતા તરીકે મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કર્યુંહતું..જે બાદ BAPS સંસ્થા અને સ્વામિનારાયણ સત્સંગ મંડળ અંબાલી ના હરિભક્તો દ્વારા આ સ્થાને સ્વામિનારાયણ ભગવાન ના મંદિર નું નિર્માણ કરાયું.
જે નિર્માણ કાર્ય પૂર્ણ થતાં, મંદિર માંસ્વામિનારાયણ ભગવાન ની મૂર્તિ ઓ પ્રસ્થાપિત કરવા, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો… મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે, ભગવાન ની મૂર્તિઓ ની ભવ્ય શોભાયાત્રા નીકળીનગરયાત્રા યોજાઇ હતી.. જેમાં સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા..જે બાદ ધાર્મિક વિધિ વિધાન અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી, ભગવાન ની મૂર્તિઓને મંદિર માં પ્રસ્થાપિત કરી.. મંદિર જાહેર દર્શનાર્થે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ નિશાળિયા એ હાજરી આપી સ્વામિનારાયણ મંદિર ના દર્શન કરી, સંતો ના આશીર્વાદ લીધા હતા..