રાજકોટ શહેર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી તડામાર શરૂ કરી દેવામાં આવી છે તારીખ 11 ના રોજ વિવિધ મંડળો અને સંગઠનોની મિટિંગનું આયોજન કઇલાસ ધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનહરદાસજી ગુરુ રામ કિશોર દાસ જી બાપુ ના વડપણ હેઠળ આ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન દિવસે આગામી તારીખ 1/7/2022 ના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે આ અંગેની તૈયારી માટે ની મીટીંગ મનમોહનદાસજી ના અધ્યક્ષ થાને રવિવારે 7:00 મંદિર પરિશ્રમ મા યોજવામાં આવી હતી
આ મિટિંગમાં ખાસ કરીને રથયાત્રામાં જોડાનારા મુખ્ય ત્રણ રથના કલેવર શુંગાર નિમંત્રણ પત્રિકા એરીયા વાઇઝ પત્રિકા વિકિરણ બેનર રથના સમગ્ર રૂટ ઉપર સ્વાગત મંદિર સુશોભન શહેરના વિવિધ ધાર્મિક સામાજિક મંડળો તથા સંસ્થાના પ્રતિનિધિઓ નો સંપર્ક આમંત્રિત મહેમાનો ની યાદી વગેરે બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગમાં વિશાળ સંખ્યામાં સેવક ગણ ઉપસ્થિત રહ્યા હતા વર્ષે રાજકોટમાં સૌ પ્રથમવાર રથયાત્રા તારીખ 19 જૂને રવિવારના રોજ કળશ યાત્રા કાઢવામાં આવશે જેમાં ૧૦૮ દીકરીઓ જોડાશે તેમ જ તારીખ 29 ના રોજ રથયાત્રાની જનજાગૃતિ અર્થે રથયાત્રાનું રૂટ ઉપર વિશાળ બાઈક યાત્રા કાઢવામાં આવશે