ગુજરાતી નવું વર્ષ અને દિવાળીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે બજારમાં ફટાકડાથી માંડી અવનવી લાઈટો, મીઠાઈના વેપારીઓ વેચાણ માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે ફટાકડામાં નવીનતા જોવા મળી છે. જેમાં ફટાકડાના રુપમાં પબજી ગન સહિત બજારમાં રાફેલ રોકેટ, સેલ્ફી સ્ટીક, ડ્રોનનું આકર્ષણ જોવા મળી રહ્યું છે.
દેશમાં ભલે પબજી ગેમ પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય, પરંતુ ફટાકડાના રુપે પબજી ગન બજારમાં ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને નાના બાળકોને દિવાળીની આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે દિવાળીના તહેવારમાં બાળકોને શાળામાં દિવાળી વેકેશન હોય છે. દિવાળીના પર્વને મનાવવા માટે નાના મોટા સૌ કોઈ લોકો આતુર હોય છે અને તેમાં પણ આ વર્ષે કોરોનાની મહામારી કારણે લાંબા સમય બાદ લોકો કોઈ તહેવારની ઉજવણી કરી શકશે જેનો પણ અલગ આનંદ ઉમંગ જોવા મળી રહ્યો છે.
દિવાળીના પર્વ પર નાના બાળકોથી લઇ મોટા સૌ કોઈ લોકો ફટાકડા ફોડી તહેવારની ઉજવણી કરતા હોય છે. જેમાં અવનવી વેરાયટી દર વર્ષે જોવા મળતી હોય છે. સાથે જ તેઓને ઘરના વડીલો તરફથી વિષેશ ભેટ સોંગાદ પણ મળતી હોય છે.
ત્યારે પરંતુ આ વર્ષે કોરોના કાળમાં દિવાળીના માહોલમાં મંદી હોય તેવું વેપારી વર્ગમાં જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે થોડા સમય અગાઉ દેશના વડાપ્રધાન દ્વારા લોકલ વેપારીઓના વેપારમાં પ્રોત્સાહન મળી રહે તે માટેનો સુર પુરાવ્યો હતો. તેમજ દેશની જનતાને પણ લોકલ વેપારીઓ પાસેથી વસ્તુ ખરીદવાની ભલામણ કરી હતી.