ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જીનું દિલ્હીની આર્મી હોસ્પિટલમાં નિધન થયુ છે. તેમના નિધનના અહેવાલથી દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ હાલમાં જ પોઝિટિવ આવ્યો
હતો .
ત્યારબાદ તેમની બ્રેન સર્જરી બાદ હાલત ખૂબ જ ગંભીર બનતા વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા હતા. જ્યાં આજ રોજ તેમનું નિધન થયુ છે. મળતી માહિતી મુજબ, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો 10 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી તેઓ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
જ્યાં પ્રણવ મુખર્જીની દિલ્હીની આર્મી હોસ્પિટલમાં બ્રેન સર્જરી પણ કરવામાં આવી હતી. આ સર્જરી લોહીના ગંઠાઈ જવા માટે કરવામાં આવી હતી.ત્યારબાદ તેમની હાલત વધુ નાજુક થતાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને વેન્ટિલેટર પર રાખવામાં આવતા તેમના સ્વાસ્થ્ય અંગે દેશના વિવિધ ભાગોમાં પ્રાર્થના પણ કરવામાં આવી રહી હતી. જોકે, તેમની હાલત વધુ નાજુક હોવાથી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં તેમણે આજ રોજ અંતિમ શ્વાસ લીધા છે.
આપને જણાવી દઈએ કે પ્રણવ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યા હતા. 2008માં તેમને પદ્મ વિભૂષણ અને 2019માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા