આગામી વર્ષ માટે કેટલીક મોટી ફિલ્મો પર ચર્ચા છે તેમાં પ્રભાસની આદિ પુરુષ ફિલ્મ છે. સૈફ અલી ખાન પણ આ ફિલ્મમાં મહત્વના પાત્રમાં નજરે પડશે. પરંતુ આ ઐતિહાસિક ફિલ્મનું જે બજેટ છે તે ખરેખર હાલ ચર્ચાનો વિષય બન્યું છે. કારણકે કોરોના મહામારી વચ્ચે પણ આ ફિલ્મના મેગાબજેટે સૌ કોઈને ચોંકાવી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મેગાબજેટ ફિલ્મને 400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાહુબલી અભિનેતાની આ ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયાનું હોય તેમ મનાય છે. એમ કહેવાય છે કે આ ફિલ્મ કોરોના યુગની સૌથી મોટી બજેટવાળી ફિલ્મ બનવાની છે. ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉતે કહ્યું કે તેઓ આ પૌરાણિક કથાને અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બનાવવા માંગે છે. ‘તાન્હાજી ફિલ્મ બાદ દર્શકો વધુ સારા દ્રશ્યો જોવા માગે છે. તો હું પણ આ ફિલ્મને ઉત્તમ બનાવવા માગું છું. પ્રભાસ ભારતનો સૌથી મોટો સુપરસ્ટાર છે. જ્યારે મેં તેને આ ફિલ્મ વિશે કહ્યું ત્યારે તે ખૂબ જ ખુશ થઇ ગયો હતો. આમાં વી.એફ.એક્સ.નું ઘણું કામ હશે.
આ અગાઉ ભારતીય ફિલ્મોમાં આવી ટેક્નોલોજીનો ઉપયોગ ક્યારેય થયો નહીં હોય. તેઓ તેને મોટા પાયે માઉન્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે અને 350-4૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફક્ત ‘આદિપુરુષ’ના શૂટિંગ અને પ્રોડક્શન માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
https://www.instagram.com/p/CEBp2d_JUxC/?utm_source=ig_web_copy_link