તાપી જીલ્લામાં ખાસ પોકશો કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જીલ્લામાં બનતી એવી ઘટનાઓ અને ગુનાઓ કે જેમાં સગીર વયના બાળકો ભોગ બન્યા હોય તેમને સરળ રીતે ન્યાય મળે તે માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે ખાસ પોક્સો કોર્ટનું ઉદઘાટન વ્યારા ખાતે કરવામાં આવ્યુ હતું. આ કોર્ટનું ઉદ્ઘાટન જીલ્લા ન્યાયાધીશ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું. સગીર વયના બાળકો સાથે થતા દુષ્કર્મ કે અમાનવીય કૃત્ય સામે સરકારના ન્યાયતંત્ર વિભાગ દ્વારા નામદાર હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે તાપી જીલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે ખાસ પોકશો કોર્ટ બનાવવામાં આવી છે. જેમાં ફરિયાદી કે સાક્ષી જો સગીર વયનું હોય તો તેને ખાસ સુવિધા અને વાતાવરણ મળે તે હેતુથી એક અલગ ખાસ પોકશો કોર્ટનું ઉદઘાટન જીલ્લા ન્યાયાધીશ પીવી શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યુ હતું.આ કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે તાપી જીલ્લા કલેકટર આર. જે હાલાણી, અધિક કલેકટર બી. બી વહોનિયા, ડીસીએફ આનંદકુમાર, સીનીયર સિવિલ જજ એસ. એસ. કાળે અને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ બી. કે. દસોર્દી પણ ઉપસ્થિત રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -