ચોમાસા આડે હવે થોડો સમય જ બાકી છે, ત્યારે વીજ વિભાગ દ્વ્રારા પ્રિમોનસુન કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં આજે વીજળીનો લાઈટ કાપ આપવામાં આવ્યો છે. પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત વડીયામાં PGVCL તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા આજના દિવસે વડિયામાં લાઇટનો કાપ આપવામાં આવ્યો છે.
અમરેલીથી 66 કેવીના કર્મીઓ પ્રિ મોન્સૂન કામગીરીમાં વ્યસ્ત થયા છે. કાળઝાળ ઉનાળામાં વડિયા વાસીઓ લાઈટ વિહોણા થયા છે. બપોર સુધી પંખા AC વગર લોકોને રહેવાની મજબૂરી થઇ પડી છે. ચોમાસા પહેલા PGVCL દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી કરી લાઈટની હાલાકી દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.