દેશભરમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. હાલ ભારતમાં કોરોનાની વેક્સીન પર પણ કામ ઝડપથી આગળ વધી રહ્યુ છે. ત્યારે દેશમાં પ્રથમ વખત કોઈ કોરોના સંક્રમિત દર્દીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ભોપાલ એમ્સમાં આ પોસ્ટમોર્ટમ રિસર્ચના હેતુથી કરવામાં આવ્યું છે.
(File Pic)
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના ભોપાલની એમ્સમાં આ કોરોના સંક્રમિત દર્દીના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ ( ICMR )થી મંજૂરી મળ્યા બાદ કરવામાં આવ્યું છે. રિસર્ચ માટે ભોપાલ એમ્સમાં ઓછામાં દસ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
(File Pic)
માનવામાં આવી રહ્યું છે કે આ રિસર્ચમાં કેટલાક ખુલાસા થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, વિદેશોમાં થયેલ રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમિત દર્દીઓના હૃદય, મગજ અને ફેફસાંઓમાં લોહી જમા થઇ જાય છે. જોકે ભારતમાં કોરોના દર્દીઓના શરીરમાં વાયરસની શું અસર થાય છે તે પણ હજુ જાણી શકાયું નથી જેના કારણે આ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
(File Pic)
ભોપાલ એમ્સના ડાયરેક્ટરે આ અંગે જણાવ્યુ હતું કે, કોરોના સંક્રમિત શબનું પોસ્ટમોર્ટમ કરવાની પરવાનગી આપવામાં આવી છે જેથી જાણી શકાય કે કોરોના વાયરસની સૌથી વધારે અસર માણસના કયા અંગ પર પડે છે. આ રિસર્ચ થાય પછી ખબર પડી શકશે કે દર્દીઓના કયા અંગને બચાવવાનો છે.