હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે પંચમહાલ જીલ્લાના હાલોલ શહેરમાં કેરોના પોઝીટીવનો પ્રથમ કેસ થતાં વહિવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું અને સંક્રમિત વ્યક્તિના ઘર તેમજ વિસ્તારને સેનેટાઈઝ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવતાંની સાથે જ હાલોલના અન્ય ફળીયા તેમજ સોસાયટી વિસ્તારોમાં સ્થાનિક રહીશો દ્વારા સ્વંભૂ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતાં.
મહત્વનુ છે કે, કોરોના પોઝીટીવ આવેલો આધેડ હાલોલ લીમડી ફળીયામાં રહેતા હોવાથી તંત્ર દ્વારા તેમના ઘર તેમજ સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરી તેમના પરિવારજનોને હોમ ક્વોરોન્ટાઈન કરી વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ તેની આજુબાજુના વિસ્તાર પારેખ ફળીયા, સોની ફળીયા, મહીસા ફળીયા, પંચાલ ફળીયા તથા ઓડ ફળીયાના રહીશો દ્વારા સાવચેતીના ભાગ રૂપે સંક્રમણ વધે નહી તેથી સ્વયંભૂ તેને જોડતા તમામ રસ્તાઓ પર પતરા તેમજ બામ્બુ બાંધી આડસ ઉભી કરી બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ કોઈ બહારની વ્યક્તિએ અંદર પ્રવેશ કરવો નહી તેવા લખાણ સાથેના બોર્ડ લટકાવી દેવામાં આવ્યા હતાં.