સાબરકાંઠામાં આવેલા પોશીના બજારો ત્રણ દિવસ માટે સદંતર બંધ રાખવામા આવ્યા છે. તેમજ દુધ અને મેડિકલ સેવા સિવાય તમામ બજાર બંધ જોવા મળી રહ્યું છે. ત્યારે કોરોનાનો કહેર ન ફેલાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સ્થાનિક દ્રારા સ્વયંભૂ સદંતર બંધ પાળવામાં આવી રહ્યું છે.
મહત્વનુ છે કે, હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે શહેરો કરતાં ગામડાઓમાં વધુ જાગૃતતા જોવા મળી રહી છે. જાહેરનામા બાદ પણ અનેક લોકો બેફામ બહાર ફરતા મોટા શહેરોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગામડાઓમાં આ અંગે જાગૃતતા જોવા મળી રહી છે. જેથી સાબરકાંઠામાં આવેલા પોશીના બજારો ત્રણ દિવસ માટે સદંતર બંધ રાખવામા આવ્યા છે. અને દરેક વ્યક્તિને કામ વગર બહાર ન નીકળવાના આદેશ આપવામાં આવ્યા છે.