ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી આડે એક રાતનું અંતર હતું. ત્યારે પોરબંદર બાયડ અને લુણાવાડામાં દારુનો જથ્થો પકડાયો હતો. સરકાર દારુબંધીની વાતો માત્ર વાતો જ સાબિત થઈ રહી છે. પેટા ચૂંટણીને કારણે રોજ કરતા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન કરવા છતાં દારુની હેરા ફેરી કેવી રીતે થઈ રહી છે. પેટા ચૂંટણી ટાણે પકડાયેલો દારુ સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી છે. પોરબંદરમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. SOGએ બાતમીને આધારે કેશવ ગામે વાડીમાંથી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. આ કેસમાં વિરમ કેશવાલા નામનાં શખ્સની પણ ધડપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 1.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સવાલ એ પણ છે કે આટલી કડક વ્યવસ્થા હોવા છતાં દારુ કેવી રીતે રાજ્યમાં આવ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -