વિધાનસભા ચૂંટણી 2022નું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. જેમાં નાંદોદ વિધાનસભા બેઠકમાં મતદાનનો માહોલ જામ્યો છે. સવારથી જ લોકો મતદાન કરવા ઉમટી રહ્યાં છે. ત્યારે ચૂંટણીના 1 કલાકની અંદર જ 5.30% મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું છે, જેમાં નાંદોદ બેઠક પર 5.70% અને ડેડિયાપાડા બેઠક પર 4.88% મતદાન નોંધાયું છે. નાંદોદ વિધાનસભા 308ના સુંદરપુરાના અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવા અને કોંગ્રેસના હરેશ વસાવાએ મતદાન કર્યું. સાથે ભાજપના ઉમેદવાર ડૉ. દર્શના દેશમુખ અને ભરૂચના સાંસદે પણ મતદાન કર્યું.
નર્મદા જિલ્લામાં 2 બેઠકો માટે પાર્ટીઓ પોતાની એડીચોટીનું જોર લગાવશે. જ્યાં હવે ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી મેદાનમાં પગ મુકી દીધો છે. જો આપણે 2017ની ચૂંટણીની વાત કરીએ તો જેમાં નર્મદા જિલ્લામાં કુલ 3 લાખ 33 હજાર 786 વોટરોએ મતદાન કર્યું હતું, એટલે કે 80.67% મતદાન યોજાયું હતુ. જેમાં નાંદોદમાં કોંગ્રેસ અને ડેડીયાપાડામાં બીટીપીનો વિજય થયો હતો. તો હવે જોવું એ રહ્યું કે, આ વખતની ચૂંટણીમાં મતદારો કોને વોટ આપીને જીતાડે છે. શું ફરીથી બંને બેઠકો પર 2017નું પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન? કે પછી ચૂંટણી મેદાનમાં નવી ઉતરેલી પાર્ટી જ બાજી મારી જશે?.
વિધાનસભા ચૂંટણી 2022નું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. જેમાં નાંદોદ વિધાનસભા બેઠકમાં મતદાનનો માહોલ જામ્યો છે. સવારથી જ લોકો મતદાન કરવા ઉમટી રહ્યાં છે.મતદાનના પહેલા એક કલાકમાં નાંદોદ બેઠક પર 5.70% મતદાન નોંધાયું છે. જ્યાં નાંદોદ વિધાનસભા 308ના સુંદરપુરાના અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવા અને કોંગ્રેસના હરેશ વસાવાએ મતદાન કર્યું. સાથે ભાજપના ઉમેદવાર ડૉ. દર્શના દેશમુખ અને ભરૂચના સાંસદે પણ મતદાન કર્યું. નર્મદા જિલ્લાની નાંદોદ બેઠકમાં 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વસાવા પ્રેમસિંહભાઈ દેવજીભાઈ સામે ભાજપના ઉમેદવાર શબ્દશરણ ભાઈલાલભાઈ તડવી ચૂંટણી લડ્યા હતાં. જેમાં બને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યા બાદ કોંગ્રેસના પ્રેમસિંહ વસાવાએ ભાજપના ઉમેદવાર શબ્દશરણ તડવીને 6329 વોટથી હરાવ્યા હતાં. જેમાં પ્રેમસિંહ વસાવાને કુલ 81 હજાર 849 વોટ મળ્યા હતા. તેની સામે 75 હજાર 520 વોટ શબ્દશરણ તડવીને મળ્યા હતાં. આમ નાંદોદ બેઠક પર કુલ 1 લાખ 68 હજાર 293 વોટ એટલે 76.43% મતદાન થયું હતું. જેમાં 86 હજાર 687 પુરૂષો અને 78 હજાર 897 મહીલાઓએ મતદાન કર્યું હતુ. ત્યારે આ વખતની ચૂંટણીમાં કેટલું મતદાન થશે? અને ભાજપ તરફથી દર્શન દેશમુખ, કોંગ્રેસમાંથી હરેશ વસાવા, અને આમ આદમી પાર્ટીએ પ્રફુલ વસાવાને મેદાને ઉતાર્યા છે, તેમાંથી ક્યો ઉમેદવાર 2022માં નાંદોદ બેઠક પર પોતાનું રાજ ચલાવશે?. તે હવે આવનારો સમય જ બતાવશે.