મહારાષ્ટ્ર સહિત દેશભરમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. ત્યારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના અંધેરી વિસ્તારમાં આપઘાત કરવા માટે ધાબા પર ચઢેલી એક યુવતીનો પોલીસે જીવ બચાવ્યો છે. મુંબઈ પોલીસનો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, અંધેરી વિસ્તારમાં એક યુવતી પારિવારિક સમસ્યાના કારણે હતાશ થઈને બિલ્ડિંગના ધાબા પર ચઢી ગઈ હતી અને પોતે આપઘાત કરી લેશે તેવી ધમકી આપી રહી હતી. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મોતની છલાંગ લગાવવાનો વિચાર કરી રહેલ યુવતીને દૂરથી જ સમજાવવાનું શરુ કર્યું. પોલીસે યુવતીને થોડા સમય સુધી વાતોમાં વ્યસ્ત રાખી અને તક ઝડપીને યુવતીને પકડીને આપઘાત કરતા રોકી લીધી હતી. મુંબઈ પોલીસના આ પ્રશંસનીય કાર્યની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે એટલુ જ નહીં વાયુવેગે આ સમગ્ર ઘટનાક્રમનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
मुंबईतल्या अंधेरीमध्ये इमारतीच्या 6 व्या मजल्यावर आत्महत्येच्या तयारीत असलेल्या एका तरुणीचे प्राण जीगरबाज पोलिसांनी असे वाचवले. सलाम त्या पोलीस जवानांना! pic.twitter.com/4XkpTUDq14
— News18Lokmat (@News18lokmat) October 2, 2020