ગુજરાતમાં પોલીસ દ્વારા ગ્રેડ પે મામલે આંદોલન છેડવામાં આવ્યું છે અને આ આંદોલન હવે વેગ પકડી રહ્યું છે. ત્યારે આજે ડીસામાં પોલીસ પરિવારની મહિલાઓ આ વિરોધ પ્રદર્શનમા જોડાઈ હતી. અને ડીસા પોલીસ લાઇનથી થાળી વગાડી વિરોધ સ્વરૂપે રેલી યોજીને નાયબ કલેક્ટર કચેરી પહોંચી હતી. અને સરકાર દ્વારા પોલીસને ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરી હતી. મહિલાઓની સાથે સાથે કરણીસેના ગોપાલ સેના પણ જોડાઈ હતી. અને તેમણે પર પોલીસને ગ્રેડ પે મળે તેવી માંગ કરી હતી.
ગુજરાતમાં પોલીસના ગ્રેડ પેનો મામલો દિવસેને દિવસે જલદ બનતો જઇ રહ્યો છે. ડીસામાં આજે પોલીસ કર્મીઓના પરિવારના સભ્યો પણ આ આંદોલનમાં જોડાઈ ગયા હતા. ડીસા શહેરમાં આવેલી પોલીસ લાઇનથી આજે પોલીસ કર્મીઓના પરિવારના સભ્યોએ પણ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. વાસણો વગાડતી નીકળેલી આ રેલીમાં પોલીસ કર્મીઓની પત્ની અને બાળકો જોડાયા હતા. અને ડીસા પોલીસ લાઇનથી રેલી સ્વરૂપે નીકળીને નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ધરણાં પર ઉતરી ગઈ હતી. અને ત્યારબાદ આ અંગે સરકારના પ્રતિનિધિ નાયબ કલેક્ટર સમક્ષ ગ્રેડ પે બાબતે રજૂઆત કરી હતી.