સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. તેને લઇને પરપ્રાંતિયો અને પ્રાઇવેટ નોકરી કરતા નોકરીયાતોને લોકડાઉનમા ઘરે બેઠા પગાર ન ચૂકવવો પડે, જેથી તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર જોતા પ્રધાનમંત્રી દ્વારા કડક રીતે કહેવામાં આવ્યું હતું કે, લોકડાઉનમાં કોઈ પણ કર્મચારીઓને છુટા ન કરવા પરંતુ ગુજરાત સરકારે જ પ્રધાનમંત્રીના આદેશોને ધ્યાને લીધા નથી.
ગુજરાત સરકારે જ મધ્યાહન ભોજન યોજનાના જુનાગઢના ૧૮૦૦ અને રાજ્યના કુલ ૯૦૦૦૦થી વધુ હંગામી કર્મચારીઓને છુટા કરી દેતા હજારો પરિવાર મુશ્કેલીમા મુકાયા છે. તેવામાં લોકડાઉનમા નવું કામ પણ શોધવું મુશ્કેલી ભર્યું છે, ત્યારે આ છૂટા કરાયેલા હજારો પરિવારની હાલની સ્થિતિએ રોજી રોટીનો મોટો સવાલ ઉભો થયો છે.
મહત્વનું એ છે કે, ગુજરાત સરકારે પ્રધાન મંત્રીના આદેશોનો પણ ઉલાળીયો કર્યો છે, તો આ બાબતે કોઈ કાર્યવાહી થશે કે નહિ તે હવે જોવું રહ્યું ?