મેં ભગવાનને તો નથી જોયા, પરંતુ મોદીજી મેં આપને જોયા છે…એક મહિલાની આ વાત સાંભળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા.
મહિલા જન ઔષધિ દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ મારફતે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી રહી હતી..જે દરમિયાન ભાવૂક દ્રશ્યો સર્જાયા હતા.
જન ઔષધિ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં દેહરાદુનથી લકવાથી પીડિત દીપા શાહ નામની એક મહિલા સાથે પીએમ મોદીએ સંવાદ સાધ્યો. જે દરમ્યાન દીપાએ જણાવ્યું કે જનઔષધિ દવાઓને કારણે તેની આર્થિક સ્થિતિ ઘણી સુધરી રહી છે અને ખર્ચ પણ ઘણો ઓછો થઇ રહ્યો છે.લકવાગ્રસ્ત મહિલાએ કહ્યુ હતુ કે, જન ઔષધિ દવાઓના કારણે મારી સારવારમાં ખર્ચ ઓછો થયો છે અને તેના કારણે મારી સ્થિતિ સુધરી રહી છે. મેં ભગવાનને તો નથી જોય પણ મોદીજી મેં તમને જોયા છે…મહિલાની આ વાત સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંખો છલકાઈ ગઈ હતી….
देखें, जब जनऔषधि दिवस पर उत्तराखंड की महिला दीपा शाह से बात करते हुए रोने लगे पीएम @narendramodi https://t.co/hdtWOiUvqa pic.twitter.com/qfUvxys5FM
— NBT Hindi News (@NavbharatTimes) March 7, 2020