વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને પોતાની પહેલી પુણ્યતિથિ પર ટ્વીટ કરીને યાદ કરી ભાવુક થયા હતા. જે અંગે તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, મને મારા મિત્રની ગેરહાજરી ખૂબ જ વર્તે છે.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ ગત વર્ષે જેટલીને શ્રદ્ધાંજલિ પાઠવતું ભાષણ આપ્યું હતું તેનો વીડિયો પણ આ ટ્વીટમાં શેર કર્યો છે.
વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, ‘ગયા વર્ષે આ દિવસે આપણે શ્રી અરુણ જેટલીને ગુમાવ્યા. હું મારા મિત્રને ખૂબ જ યાદ કરું છું. અરુણજીએ ખંતથી ભારતની સેવા કરી. તેમની પાસે કુશાગ્ર બૌદ્ધિક ક્ષમતા, કાનૂની કુશળતા અને મહાન વ્યક્તિત્વ હતું.
જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વિટ મારફતે અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આપને જણાવી દઈએ કે, પૂર્વ નાણાં મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીના અવસાનથી રાજકીય વિશ્વ સહિત દેશને આઘાત લાગ્યો હતો, કારણ કે તેઓ તેમના મૃત્યુના થોડા મહિના પહેલા રાજકારણમાં ખૂબ સક્રિય હતા. નાણામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે દેશમાં gst લાગુ કરવાની શરૂઆત કરી હતી.