પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદ (UNESC)ના ઉચ્ચ સ્તરીય સત્રને આજે સંબોધન કર્યુ હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અસ્થાઇ સદસ્યતા મેળવ્યા પછી પીએમ મોદીનું આ પ્રથમ સંબોધન હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારી સામે સંયુક્ત લડાઇમાં અમે 150થી વધારે દેશોમાં ચિકિત્સા અને અન્ય રીતે સહાયતા પહોંચાડી છે. અમે સહયોગનો હાથ આગળ કર્યો છે.
(File Pic)
કોરોના વાયરસ મહામારી સામે લડાઈને અમે જનઆંદોલન બનાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે આપણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આ સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા અને આજની દુનિયામાં પ્રાસંગિકતાનું આકલન કરવાનો એક અવસર છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત દ્વિતીય વિશ્વ યુદ્ધના તાત્કાલિક બાદ સંયુક્ત રાષ્ટ્રના 50મા સ્થાપક સભ્યોમાંથી એક હતા. ત્યારબાદથે આજ સુધી ખૂબ પરિવર્તન આવ્યા છે. આજે સંયુક્ત રાષ્ટ્ર 193 સભ્ય દેશોને સાથે લાવે છે. તેમણે વધુમાં કહ્યું કે શરૂઆતથી જ ભારતે સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યો અને ECOSOCનું સક્રિય સમર્થન કર્યું છે. ECOSOC પહેલાં અધ્યક્ષ એક ભારતીય હતા. ECOSOC ના એજન્ડાને આકાર આપવામાં ભારતે પણ યોગદાન કર્યું છે.