વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 જુલાઈના રોજ સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ નિમિતે આ વૈશ્વિક સંસ્થાને સંબોધિત કરશે. હાલમાં જ ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘની સૌથી મહત્વની સલામતી સમીતીના બિનકાયમી સભ્યપદે ચુંટાયુ છે અને ત્યારબાદ મોદીનું આ પ્રથમ સંબોધન છે. ભારતને આ સભ્યપદ માટે 192માંથી 184 દેશોએ મત આપ્યા હતા જે એક મહત્વપૂર્ણ વિજય બની ગયો હતો. સુરક્ષા પરિષદમાં જીત મેળવ્યા બાદ PM મોદીનું આ પહેલીવારનું સંબોધન છે.
(File Pic)
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધી ટી એસ તિરુમુર્તિએ આ જાણકારી આપી હતી. મહત્વનું છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગત 7 સપ્ટમ્બરે તેમણે સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે વિશ્વને આતંકવાદની વિરુદ્ધ એક થવા માટે કહ્યુ હતુ. ભારત સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 8મી વખત અસ્થાયી સભ્ય તરીકે પસંદગી પામ્યુ છે.
ભારતને 192 મતમાંથી 184 મત મળ્યાં હતા. સભ્ય દેશોએ ભારતને મોટી સંખ્યામાં સમર્થન આપતાં 2021-22 સુધી UNHCનું અસ્થાયી સભ્ય નિયુક્ત કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રના 5 સ્થાયી સભ્ય અમેરિકા, યૂનાઈટેડ કિંગડમ. ફ્રાન્સ, રુસ, ચીન ઉપરાંત 10 અસ્થાયી સભ્ય હોય છે. અડધા દર 2 વર્ષ માટે પસંદ કરવામાં આવે છે. ભારત આ પહેલા સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે.