5 ઓગસ્ટના રોજ રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપુજનની તૈયારીઓ હાલ જોરો પર ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સાધુ-સમાજ અને ઉદ્યોગપતિઓ મળી કુલ 200 લોકોને આ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યુ છે. ત્યારે અયોધ્યા યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના પ્રતીક અને રામાયણ પર પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી શકે છે.
(File Pic)
આ અંગે ન્યૂઝ એજન્સી PTIએ તેની જાણકારી આપી છે. એક રિપોર્ટ મુજબ, અયોધ્યા શોધ સંસ્થાનના નિદેશક વાય. પી. સિંહે જણાવ્યું કે, જો બધું યોજના અનુસાર રહ્યું તો, 5 ઓગસ્ટના રોજ પોસ્ટલ સ્ટેમ્પ પણ લોન્ચ કરવામાં આવશે. તેમાંથી એક ટિકિટ રામ મંદિરના પ્રતીકાત્મક મોડલ પર અને બીજી ટિકિટ અન્ય દેશોમાં રામના મહત્વને દર્શાવનારા દૃશ્ય પર હોવાની શક્યતા છે. યોજના મુજબ રહેશે તો આ પોસ્ટલ સ્ટેમ્પ પીએમ મોદીના હસ્તે બહાર પાડવામાં આવશે.
(File Pic)
તેમણે વધુમાં કહ્યું કે, અયોધ્યા શોધ સંસ્થાન દુનિયાભરમાં રામની સાંસ્કૃતિક ઉપસ્થિતિને પ્રદર્શિત કરવા માટે અનેક દેશોથી રામલીલાના પ્રતીકો મોટા પોસ્ટર અને કટ-આઉટ તૈયારી કરી રહી છે. તેને રામ મંદિર તરફ જતાં રસ્તે લગાવવામાં આવશે.