પીએમ મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ફરી એકવાર દશેરાની જનતાને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દશેરા એ સંકટો ઉપર વિજયનો તહેવાર છે. દશેરા એ માત્ર અસત્ય પર સત્યની જીતનો તહેવાર નથી, સાથે જ આ ઉત્સવ સંકટ ઉપર વિજયની ઉજવણી પણ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે તમે બધા ખુબ સંયમ સાથે જીવી રહ્યા છો.
મર્યાદામાં રહીને પર્વ, તહેવાર, ઉજવી રહ્યા છો. આથી જે લડાઈ આપણે લડીએ છીએ તેમાં જીત સુનિશ્ચિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૈનિકોને વિજયાદશમીની શુભેચ્છા આપતા કહ્યું કે, આ વખતે દિવાળીમાં બોર્ડર પર રહેલાં સૈનિકના નામે દીવા પ્રગટાવજો.
તેમણે જણાવ્યું કે, આપણે આપણા બહાદુર સૈનિકોને પણ યાદ રાખવાનાં છે, જે આ તહેવારોમાં, સરહદો પર ઉભા રહીને, ભારત માતાની સેવા અને સુરક્ષા કરે છે. આપણે તહેવારો ફક્ત તેમને યાદ કરીને ઉજવવાનાં છે, આપણે ઘરે દીવો, ભારત માતાનાં આ વીર પુત્રો-પુત્રીઓના સન્માનમાં પણ પ્રગટાવાનો છે. આ ઉપરાંત પીએમ મોદીએ સ્વદેશી વસ્તુ ખરીદવાને લઈને કહ્યું કે તહેવારની મોસમ આવી રહી છે. આ સમય દરમિયાન લોકો ખરીદી કરવા જશે, તમારે ખરીદી માટે વોકલનો સંદેશ યાદ રાખવો જોઈએ અને સ્થાનિક અને દેશી માલ ખરીદવો જોઈએ.