વડાપ્રધાન મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. ગાંધીનગર ખાતે કેશુભાઈ પટેલ અને મહેશ-નરેશ કનોડિયાના પરિવારને સાંત્વના પાઠવ્યા બાદ તેઓ ત્યાંધી વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે કેવડિયા પહોંચ્યા હતા.. અહીં તેમણે 17 જેટલા વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.. જેમાંનું એક આરોગ્ય વન છે.
આરોગ્ય વન 17 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. અહીં એક વેલનેસ સેન્ટર પણ છે.
જેમાં કેરળના તબીબ અને નિષ્ણાતો દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળી રહેશે. વડાપ્રધાન મોદીએ આરોગ્ય વનની મુલાકાત લઈ તમામ માહિતી મેળવી વિવિધ રોપાઓને પણ નીહાળ્યા હતા.
સાથે જ તેમણે વેલનેસ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને રાજ્યપાલ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.