જુનાગઢ મિશન નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા છ મહિનાથી દર રવિવારે નેચર ફર્સ્ટ ના માધ્યમથી પ્રકૃતિ નુંજતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે. જેના અનુસંધાને નેચર ફર્સ્ટ ની ટીમ દ્વારા આજ રોજ સવારના 8:30 કલાકથીગિરનાર સીડીની આસપાસના જંગલ વિસ્તારમાં ૩૫મું પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું,અને આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમિયાન આશરે ૮૫ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયોહતો. અને છેલ્લા છ મહિના દરમિયાન હજારો કીલો પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો છે. આ તકે નેચરફર્સ્ટ ના ભરતભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે આજના સાંપ્રત સમયની વૈશ્વિક સમસ્યામાં સૌથી ચિંતાજનક એક એવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે
ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના વાતાવરણનેગરમ કરનાર ઉષ્ણતામાનમાં સતત વધારો થઈ રહ્યો છે, અને તેના કારણે પૃથ્વીના વાતાવરણ તથાસમગ્ર જીવનસૃષ્ટિ પર તેની વિઘાતક અસરો વર્તાઈ રહી છે. એક જાગૃત વિશ્વનાગરીક તરીકે આપણેગ્લોબલ વોર્મિંગની વિઘાતક અસરો જાણવી પડશે, અને આ વિઘાતક અસરો દૂર કરવા વિશ્વસ્તરે સરકારોમોટા પગલાં ભરે તેના કરતા આપણે વ્યક્તિગત ધોરણે વધુ અસરકારક પગલાં ભરવા પડશે. જેમાં વૃક્ષોવાવવા તથા વવડાવવા અને તેના ઉશેર કરવાની ઝુંબેશ હાથ ધરવી, વૃક્ષ છેદનની પ્રવૃત્તિને અટકાવીનેપ્રકૃતિનું સંતુલન જાળવવાના અભિયાન ચલાવવા, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન ચલાવવા સહિતની પ્રવૃતિઓ આજે વિશ્વના દરેક નાગરિકે પોતાની ફરજ નિભાવવી જોઈએ.