રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્યવ્યાપી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં મોટા પાયે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના યુવાનો આ ભરતી મેળામાં મોટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે. જે અંતર્ગત મહિસાગર જિલ્લામાં દેનવાડ મુકામે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. મળતી માહિતી મુજબ, મહિસાગર કલેક્ટર આરબી બારડ, ડીડીઓ મહિસાગર તેમજ લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશ સેવકની અધ્યક્ષતામાં આ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. મહિસાગર જિલ્લામાં દેનાવાડ મુકામે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મહિસાગર કલેક્ટર આરસી બારડ તથા ડીડીઓ મહિસાગર નેહાકુમારી, લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, ભરતી મેળાના માધ્યમથી ઘણા યુવાનોને રોજગારની તકોનું નિર્માણ કરવામાં આવે છે. આ ભરતી મેળામાં રાજ્યની નાની મોટી કંપનીઓ ભાગ લે છે અને યુવાનોની સીધી ભરતી કરવામાં આવે છે.