દેશમાં મોંધવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જ્યારે બીજી તરફ ઘણી જીવનજરૂરિયાતની વસ્તુઓમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો થયો છે. આ ભાવ વધારાની અસર સામાન્ય લોકો પર વધુ પડશે, જેના કારણે તેમના ખિસ્સા પર ભારણ વધશે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે ફરી વધારો કરવામાં આવ્યો છે. બંનેના ભાવમાં લિટર દીઠ 25 પૈસાનો વધારો થયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ લીટરદીઠ 91 રૂપિયાને પાર કરી ગયું છે. બુધવારે પેટ્રોલ 84.45 રૂપિયા અને ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.
આ વધારા પછી, અમદાવાદમાં પેટ્રોલ 81.83, ડીઝલ 80.37 પ્રતિ લિટર પર પહોંચ્યુ છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલ 84.45 અને ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, અને મુંબઇમાં પેટ્રોલ 91.07 રૂપિયા અને ડીઝલ 81.34 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. આ જ રીતે કોલકાતામાં પણ પેટ્રોલ 85.92 રૂપિયા અને ડીઝલ 78.22 રૂપિયા અને ચેન્નઇમાં પેટ્રોલ 87.18 રૂપિયા અને ડીઝલ 79.95 રૂપિયા પર પહોંચી ગયું છે. મહત્વનું છે કે, છેલ્લા પાંચ દિવસથી ઇંધણના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ બુધવારે બંને ઇંધણના ભાવમાં 25-25 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 10 મહિનામાં પેટ્રોલની કિંમતમાં લિટર દીઠ 14 રૂપિયાથી વધુનો વધારો થયો છે.