કોરોના વાયરસની મહામારી સામે સમગ્ર દુનિયા લડી રહી છે. જોકે હજી સુધી આ મહામારી વિરુદ્ધ દુનિયાના મોટા મોટા દેશોમાં વેક્સીન બનાવવાનું કામ ચાલી હ્યુ છે જોકે તેમાં હજી સુધી સફળતા મળી નથી. ત્યારે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ઊંચી બિલ્ડિંગમાં રહેતા લોકોમાં કોરોના સંક્રમણનો ખતરો વધુ છે.
મળતી માહિતી મુજબ, ઊંચી ઇમારતોમાં રહેતા લોકોમાં કોરોના વાયરસનો ચેપ લાગે છે. કારણ કે તેમને એક જગ્યાએથી પાણી પહોંચાડવું પડે છે. બિલ્ડિંગના પાણી અને ગટર પુરવઠા પ્રણાલીથી કોરોના ફાટી નીકળવાનું ઉચ્ચ જોખમ છે.
(File Pic)
તેનો ખુલાસો સ્કોટલેન્ડની હેરિઓટ વોટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. સંશોધનમાં જણાવ્યા મુજબ જે જગ્યાએથી પાણી પુરૂ પાડવામાં આવે છે.ત્યાં પાણી પુરવઠા દ્વારા કોરોના વાયરસના ચેપને ફેલાવવી એ એક અસામાન્ય પણ શક્ય વસ્તુ છે. બિલ્ડિંગની પ્લમ્બિંગ સિસ્ટમમાં વાયરસનો ચેપ ફેલાય તો તે મુશ્કેલ બનશે.
(File Pic)
2003માં એમોય ગાર્ડન્સમાં 33 થી 41 માળની ઘણી ઇમારતો હતી. તેમાં લગભગ 19 હજાર લોકો રહેતા હતા. જ્યારે સાર્સ વાયરસ ઝડપથી ફેલાયો, ત્યારે આ બિલ્ડિંગોમાં રહેતા 300 લોકોમાં ચેપ લાગ્યો હતો. જેમાં 42 લોકોનાં મોત નીપજ્યાં હતાં.જે પાણી પુરવઠાની પાઇપલાઇન દ્વારા ફેલાયો હતો. ત્યારે કોરોના વાયરસને લઈને પણ આ જ પ્રકારની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે. જે ઊંચી ઈમારતોમાં રહેતા લોકો માટે ખતરો બની શકે છે.