પંચમહાલ જિલ્લાના કાલોલ પાસે આવેલા દેલોલ ગામમાં પાણીની સમસ્યાને કારણે ગ્રામજનોત્રાહિમામ પોકારી ચુક્યા છે. વર્ષોથી દેલોલ ગામમાં પાણીની સમસ્યા છે જે આજે પણ યથાવત જોવામળી રહી છે. હાલમાં પણ દેલોલ ગામમાં સપ્તાહમાં એકજ વાર પાણી આપવામાં આવે છે. જેથીગામમાંથી હિજરત થઇ રહી હોવાનું પણ સામે આવ્યું છે. આશરે સાત થી આઠ હજારની વસ્તી ધરાવતાદેલોલ ગામમાં સ્થાનિકો પાણી જેવી મૂળભૂત જરિયાત સંતોષવા માટે રોજેરોજ સંઘર્ષ કરતા જોવા મળે છે. કોઈ નક્કી સમય વગર સપ્તાહમાં એક જ વાર પાણી ગમે ત્યારે આપવામાં આવતું હોવાને કારણે દેલોલ ગામમાં આખો પરિવાર ક્યારેય એક સાથે બહાર જઈ શકતો નથી.
મહિલાઓના જણાવ્યા મુજબ તેઓને ગામ બહાર કોઈ કામ માટે પાણીની ચિંતાને કારણે જઈ શકાતું નથી. ક્યારેક દસ બાર દિવસ બાદપાણી આપવામાં આવે તેવું પણ બને છે. પાણીની સમસ્યા અંગે દેલોલના રહીશોએ અનેક વાર રજૂઆતોકરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતું હોવાથી પાણીની તંગીને કારણે કેટલાક પરિવાર ગામછોડીને હિજરત કરી ગયા હોવાનું જોવા મળે છે. તો કેટલાક હજુ પણ ગામ છોડી ચાલ્યા જવાનું વિચારીરહ્યા છે. દેલોલ ગામમાં પાણીની તંગીને કારણે કોઈ માતા – પિતા પોતાની દીકરીને આ ગામના યુવાનસાથે પરણાવવા તૈયાર નથી તેવું પણ ગામના લોકો જણાવી રહ્યા છે. ત્યારે પાણી પૂરું પાડવાની જેમની જવાબદારી છે તેઓ પાણીના મામલે બધું બરાબર ચાલી રહ્યું હોવાનું જણાવી રહ્યા છે.