સુરત કોરોનાથી પીડાતા ઉધના વિસ્તારમાં ગંદા પાણી આવતા હોવાથી લોકોને માથે આરોગ્યની તલવાર લટકી રહી છે. મહત્વનુ છે કે, કોરોના કહેરે સુરત શહેરને ધમરોળી નાખ્યું છે. રોજેરોજ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરને ત્રણ ઝોનમાં વિભાજન કર્યું છે. રેડ, ઓરેન્જ, ગ્રીન, ઝોને પરંતુ કોરોનાના કહેરે શહેર આખાને લપેટમાં લઈ લીધો છે. કોરોના ચેનને તોડવા લોકડાઉન જાહેર કર્યું છે.
આજે લોકડાઉનને એક મહિનો પૂરો થવા આવ્યો છે. પરંતુ કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધારાને કારણે લોકો ઘરમાં બંધ થઈ ગયા છે. તો બીજી તરફ ઉધના વિસ્તારમાં કોરોનાથી ઝઝુમી રહેલા સ્થાનિકોને માથે ગંદા પાણી આવતો હોવાથી જીવ જોખમમાં મુકાઈ ગયા છે. તેવામાં સ્થાનકો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉધના વિજય નગર 1માં છેલ્લા 6 દિવસથી ગંદુ પાણી આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિકોએ ગંદો પાણી આવતો હોવાની કમ્પ્લેન્ટ ચાર વખત કરાઈ છે. પરંતુ મ.ન.પાના ઉધના ઝોન કુંભકરણની નિદ્રામાં લાગી રહ્યું છે. મ.ન.પાના નફ્ફટ અધિકારીઓ જાણે કોઈ મોટી આરોગ્યની હોનારતની વાર જોઈ રહ્યા છે. આખરે વિજય નગરના રહેવાસીઓ ગંદા પાણી આવતા હોવાની રાવ લઈ મ.ન.પા ની ઉધના ઝોન કચેરીએ પહોંચી રજુઆત કરી છે.