જૂનાગઢનાં ભેંસાણ તાલુકાના છોડવડી ગામના ચેતનાબેન સરધારાની 22 વિધા જમીનમાં વાવેતર કરેલ મગફળી નદીમાં તણાઇ જતા ખેડૂત મોટી મુશ્કેલીમાં મુકાયા છે. જુનગઢના ભેસાણ તાલુકાના છોડવડી ગામના ખેડૂત ચેતનાબેન સરધારાના ગુલાબ વવાજોડાની સિસ્ટમે કહેર વરસાવતા 22 વિધાની મગફળી નદીના પુરમાં તણાય જતા ખેડૂત ચેતનાબેનને હાલતો બે હાલ કરી નખ્યાં છે. જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી ગામના ખેડૂત સરધારા ચેતનાબેન ચંદુભાઈની જમીન ગિરનાર નજીક આવેલી છે.
ગિરનારમાં આભ ફાટતા અતિ ભારે વરસાદ પડતા બાજુમાં પસાર થતી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડૂત ચેતનાબેનના ખેતરમાં કેડ સમાં પાણી ફરિ વળતા 22 વિધા જમીનમાં તૈયાર કરેલા મગફળીના પાકના પાથરા નદીમાં તણાય જતા ખેતરમાં ધોવાણ થતા ખેડૂત ચેતનાબેન ને અંદાજે 8 થી10 લાખ રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. હાલતો ખેડૂતે નદીમાં તણાય ગયેલી મગફળી મજૂર કરી જેટલી બચે તેટલી એકઠી કરી બચાવવાની કોશિશ કરી રહ્યા છે. હાલતો ચેતનાબેન મુખ્યમંત્રી પાસે સહાયની માગણી કરી રહ્યા છે.