રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો 1 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. રાજ્યનો એક પણ ખેડુત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર રહી ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને યોગ્ય વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે અમરેલી જિલ્લામાં પણ બગસરા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્યનાં ખેડૂતોને પાક ઉત્પાદનના વ્યાજબી ભાવ મળે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી પણ કરાય છે. ત્યારે અમરેલીના બગસરા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. બગસરા, વડિયા, કુંકાવાવ તાલુકાના ખેડૂતો માટે મગફળીના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જેમાં આશરે 67થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાની માહિતી સામે આવી છે.