ગુજરાતના સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાને સૌથી વધુ અસર થઈ છે. દરમિયાન દ્વારકામાં 25 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદ સામે ઝઝૂમી રહેલાં લોકોમાં હવે વધુ ભય છે.. ભારે વરસાદમાં ભગવાન દ્વારકાધીશનો શિખર દંડ ખંડિત થતાં લોકો સ્તબ્ધ થઈ ગયા છે.
લોકોનું માનવું છે કે દ્વારકાધીશનો શિખર દંડ ખંડિત થવો કોઈ મોટી ઘટનાના સંકેત છે. આ ઘટના બાદ લોકોએ ભગવાન દ્વારકાધીશને દેશને સુરક્ષિત રાખવા પ્રાર્થના શરુ કરી દીધી છે.
ભગવાન દ્વારકાધીશનું શિખર દંડ ભારે વરસાદમાં તૂટી ગયો છે. આ ધ્વજ હવે દોરડાથી બાંધવામાં આવ્યો છે. કોરોના વાયરસ સામે લડતા લોકોમાં વરસાદની વચ્ચે ભયનો માહોલ સર્જાયો છે અને હવે દંડ તૂટી જતા લોકો ડરી ગયા છે.
1998માં બન્યો હતો આ બનાવ
દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરનારા પંડિત મુકુંદ ગુગડીએ જણાવ્યું હતું કે, ‘ધ્વજ સ્તંભ કોઈપણ રાજ્યના ગૌરવ અને કૌશલ્યનું પ્રતીક છે. તેનો તૂટવુ સૂચવે છે કે રાજ્યને અથવા રાજ્યમાં સત્તામાં રહેલા કોઈપણ વ્યક્તિ ઉપર મુશ્કેલી આવી શકે છે. તેમણે કહ્યું કે છેલ્લે 1998માં આવી ઘટના બની હતી. ત્યારબાદ ગુજરાતના કંડલા બંદરમાં વિનાશક તોફાન સર્જાયું હતું. મહત્વનું છે કે, ભારે વરસાદના કારણે દ્વારકાધીશનો ટોચ પર લહેરાતા ધ્વજના બે ટૂકડા થયા હતા. આ ધ્વજ દરરોજ ત્રણ વખત બદલવામાં આવે છે.. જે 52 ગજનો હોય છે.