બોલીવુડ નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવનાર અભિનેત્રી પાયલ ઘોષે હવે રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. તે સોમવારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા –એ (આરપીઆઈ) પાર્ટીમાં સામેલ થઈ છે. પાયલ ઘોષે મુંબઈમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યુ હતું.
મળતી માહિતી મુજબ, અભિનેત્રી પાયલને પાર્ટીના મહિલા વિંગની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ચર્ચા હતી કે પાયલ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઈ શકે છે. ત્યારે સોમવારે આ અટકળો પર વિરામ લાગી જ્યારે પાયલે એક ખાસ કાર્યક્રમમાં આરપીઓઈનો ખેસ પહેરી લીધો.
આપને જણાવી દઈએ કે, તમને જણાવી દએ કે પાયલ ઘોષ મીટૂ મુહિમ દરમિયાન ચર્ચામાં આવી હતી. તેણે હાલમાં ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર ‘મી ટૂ’નો આરોપ લગાવ્યો હતો. આ બાબતે તેણે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. પરંતુ તેના આ આરોપનું અનુરાગ કશ્યપે ખંડન કર્યુ હતું. ત્યારે કેન્દ્રીય સામાજીક ન્યાય મંત્રી અને આરપીઆઈના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ પાયલ ઘોષનું સમર્થન કર્યું હતું અને તેમણે પાયલ સાથે મુલાકાત પણ કરી હતી.