થરાદના પાવડાસણ ગામમાં આવેલા સબ સેન્ટરના કમ્પાઉન્ડમાંથી જમીનમાં દાટેલો દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. અરજદારની ગુપ્ત બાતમી બાદ બુધવારે મોડી સાંજે જથ્થો મળતા ગ્રામજનોની હાજરીમાં પંચનામું કરાયું હતું. જોકે આ સમગ્ર ઘટનાને છુપાવવાનો થરાદ આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે. પાલનપુરમાં જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોન પર થરાદના પાવડાસણ સબ સેન્ટરના કમ્પાઉન્ડમાં જમીનમાં દવાઓનો જથ્થો દાટેલો છે તેવી બાતમી આપી હતી. જેથી થરાદ આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર સ્ટાફ સાથે ઘટના સ્થળે જઇ તપાસ કરાવતાં મોડી સાંજે દવાઓનો જથ્થો મળ્યો હતો. ગામ લોકોની હાજરીમાં એક પછી એક સરકારી દવાઓ નીકળતા ગ્રામજનો સહિત આરોગ્ય સ્ટાફ પણ ચોંકી ઉઠયો હતો. જોકે આ કમ્પાઉન્ડમાં દવા કોને ક્યારે દાટી તે અંગે થરાદ આરોગ્ય વિભાગે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. સમગ્ર મામલાનો જિલ્લા આરોગ્ય અધિકારીને રિપોર્ટ કરાશે તેમ જણાવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -