સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજના વિવિધ વિસ્તારો સોસાયટીઓમાં પોલીસ જીપ ફેરવીને સાંજના સાતથી સવારના સાત સુધી ઘરોમાં રહેવાની જાહેરનામાની નગરજનોને જાણ કરી રહી છે. મહત્વનુ છે કે, હાલ કોરોનાની મહામારી ફેલાઇ છે. ત્યારે હાલ દિવસેને દિવસે કુદકેને ભુસકે કોરોનાના કેસોમાં વધારો થતો જાય છે. જેને લઇને જેમ બને તેમ સંક્રમણ ઓછુ થાય તે હેતુથી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે પટેલ તથા પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના પીઆઇ એમ.ડી ચંપાવતની સુચના મુજબ પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ બજાર ચોક સહિત હનુમાન ચોક, સોનીવાડા નાકા, ગુજ્જરની પોળ, બજારચોક, સ્ટેટ બેન્ક, પઠાણ વાડા, લાલ દરવાજા, ખોડીયાર કુવા, નવાધરા સહિત વિવિધ સોસાયટીમાં પ્રાંતિજ પોલીસે જીપ ફેરવીને જાહેરનામાની ધરે ધરે જાણ કરી હતી. તો જાહેરનામામા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાંજના સાતથી સવારના સાત વાગ્યા સુધી કોઇપણ વ્યક્તિએ ઘરની બહાર નીકળવું નહી અને પોતાના ઘરોમા જ રહેવું અને સુરક્ષીત રહેવું.