ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બની છે ત્યારે આ બધાની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના કેટલાક મોટા શહેરોમાં કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેક્શનની માંગમાં વધારો થયો છે.
તેમજ આ ઈન્જેક્શન મેળવવા માટે લોકો હોસ્પિટલોમાં લાઈનો લગાવી રહ્યા છે. તેમજ કોરોનાના કેસો વધતા હાલ હોસ્પિટલો પણ દર્દીઓથી હાઉસફુલ જોવા મળી રહી છે. ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે, અનેક લોકો માત્ર રેમડેસિવીરમાટે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે ત્યારે આ મામલે સરકારે મોટો નિર્ણય લીધો છે કે, માત્ર રેમડેસિવીર માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ નહિ થવુ પડે, ઈન્જેક્શન લઈને 2-3 કલાકમાં ઘરે જઈ શકાશે. કોમ્યુનિટિ હોલમાં નર્સિંગ સ્ટાફના દેખરેખ હેઠળ ઈન્જેક્શન અપાશે. જેના બાદ 2 થી 3 કલાકમાં ઈન્જેક્શન લઈને દર્દીઓ ઘરે જઈ શકશે. જેનાથી હોસ્પિટલમાં બેડ બચશે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 3 લેયર માસ્ક 1 રુપિયામાં મળી રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ માસ્ક નાગરીકો અમૂલ પાર્લર પરથી મેળવી શકશે.