સંઘ પ્રદેશ દમણના બીચ પર છરીની અણીએ લૂંટની ઘટના બની છે. ધોળાદિવસે લૂંટની ચકચારી ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે તેમજ દમણ બીચ પર ફરવા માટે આવતા સહેલાણીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે. લૂંટારુઓએ અંકલેશ્વરના પરિવારને બાનમાં લઈ છરીની અણીએ મંગળસૂત્ર મોબાઇલ તેમજ રોકડ રકમ મળી અંદાજે દોઢ લાખની લૂંટ ચલાવી છે જેના દ્રશ્યો સામે આવ્યા છે.
લૂંટ ચલાવનાર અજાણ્યા બે શખ્સો હિન્દી ભાષા બોલી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, નાની દમણના દેવકા બીચ ઉપર અંકલેશ્વરના કોસમડી ગામના મિતેશ ઘનશ્યામભાઇ પટેલ તેમની પત્ની અને બાળકો સાથે ફરવા માટે આવ્યા હતા. જે દરમિયાન બે અજાણ્યા યુવકો છરી જેવા ધારદાર હથિયાર સાથે ત્યાં ધસી આવ્યા હતા અને છરી બતાવીને પટેલ પરિવાર પાસેથી મંગળસૂત્ર, મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ 1.60 લાખથી વધુની કિંમતની લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા.
https://twitter.com/TheSquirrelin/status/1313401207919054848?s=20
દમણમાં લૂંટ કર્યા બાદ આ બંને આરોપીઓ ચીખલી પહોંચીને ત્યાં પણ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. સંઘપ્રદેશ દમણ સહિત નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી અને બીલીમોરામાં એક જ મોડસ ઓપરેન્ડીથી મોપેડ સવાર બે યુવકોએ ધોળા દિવસે કરેલી લૂંટની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી.