યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ તરફથી “કોરોનિલ” બ્રાન્ડનો ઉપયોગ કરવા બાબતે મદ્રાસ હાઈકોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ હાઈકોર્ટ “કોરોનિલ” શબ્દનો ઉપયોગ બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે આ દંડ પતંજલિના એ દાવા માટે લગાવ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમનું આયુર્વેદિક સૂત્રીકરણ કોરોનિલ કોરોના વાયરસને ઠીક કરી શકે છે.
(File Pic)
જણાવીએ કે આ પહેલા મદ્રાસ હાઈ કોર્ટે કોરોના વાયરસની સારવારને લઈને રજૂ કરવામાં આવેલ કોરોનિલના ટ્રેડમાર્કના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ચેન્નઈ સ્થિત કંપની અરુદ્રા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડના પક્ષમાં ચુકાદો આપતા હાઈકોર્ટે જણાવ્યું કે, પતંજલિએ પોતાની પ્રોડક્ટ્સ વેચ્યા પહેલા ટ્રેડમાર્ક્સ રજિસ્ટ્રીમાં જઈને ચેક કરવું જોઈએ કે આ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ છે કે કેમ?
ગત મહિને ચેન્નઈની કંપનીએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, તેમણે કોરોનિલ 92-B નામે ટ્રેડમાર્ક 2027 સુધી રજિસ્ટર્ડ કરાવી રાખ્યું છે. કંપનીએ જૂન 1993માં આ ટ્રેડમાર્ક પોતાના નામે કર્યું હતુ. આ કેસની સુનાવણી કરતા જસ્ટિસ સીવી કાર્તિકેયને જણાવ્યું કે, પતંજલિ એ સમજવું જોઈએ કે, વેપારમાં કોઈ સમાનતા જેવી વસ્તુ નથી હોતી. જો તેમણે એ ચેક નથી કર્યું કે, આ નામતી પહેલા કોઈ ટ્રેડમાર્ક છે, તો તે તેમની મોટી ભૂલ છે. પતંજલિ તરફથી કોર્ટમાં આ અંગે જાણકારી ના હોવાનો તર્ક ના આપી શકાય.