રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશનાસ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ પાટણમાંયોજાશે. પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે યોજાનાર આ મલ્ટીમીડિયા શૉ થકી વિખ્યાત સાહિત્યકાર સાંઈરામ દવે સહિતના100થી વધુ કલાકારો દ્વારા વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે.આ અંગે વાત કરતાં સાંઈરામ દવેએ જણાવ્યું કે, પાટણની ઐતિહાસિક ધરા પરથી વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. જે વાતનો મને અનહદ આનંદ છે. આ માત્ર કાર્યક્રમ નહીં પણ વતનપ્રેમની વેક્સિનનો બુસ્ટર ડૉઝ છે.
ભારતના વીર સપૂતોની શહિદીની ગાથાની સાથે સાથે સાંપ્રત સમયમાં આપણે દેશની સેવા માટે શું કરી શકીએ તેની વાત આ કાર્યક્રમ થકી કરવામાં આવશે. અત્યાધુનિક ટેક્નોલોજીના સમન્વયથી આજના યુવાનોને ગમે તેવી ભવ્ય રજૂઆત દ્વારા દેશભક્તિની ભાવના જાગૃત કરતા આ કાર્યક્રમને નિહાળવા જિલ્લા વહિવટી તંત્ર વતી સૌ પ્રબુદ્ધ નગરજનોને નિમંત્રણ પાઠવું છું.આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દસરથજી ઠાકોર,પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટલે ઉપસ્થિત રહ્યા હતા