આજના યુવાનોમાં ભારતીય સૈન્યને લગતી એનસીસી કેડેટ્સની તાલીમનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે . યુવાનોમાં રાષ્ટ્રપ્રત્યેની દેશ દાઝ જાગેતે માટે દેશના તમામ રાજયોમાં એનસીસીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સેવન બટાલીયન એનસીસીના કર્નલ ગૌરવ શર્માની ઉપસ્થિતિ વચ્ચે નવ દિવસીય એન.સી.સી. કેડેટ્સના તાલીમાર્થીઓ માટે સી- < કેમ્પનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
.પાટણ યુનિવર્સિટી કેમ્પર્સના ગ્રાઉન્ડ ખાતે મહેસાણા અને પાટણ જિલ્લાના એનસીસી કેડેટ્સના તાલીમાર્થીઓને એનસીસીના વિવિધ નિતી નિયમોથી સજજ કરવા માટે આજથી નવ દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં 359થી વધુ એન. સી. સી. કેડેટ્સના તાલીમાર્થીઓને સી સર્ટીફીકેટથી સજ્જ કરવા માટે આ કેમ્પમાં ગુજરાત સેવન બટાલીયનના એન સી સી કર્નલ ગૌરવ શર્માની આગેવાની હેઠળ તમામ તાલીમાર્થીઓને ફીજીકલ ફિટનેશ સહિત હથિયાર, પ્રમાણિકતા, ડીસીપ્લીન અને કેડર્સના નિયમોથી સજ્જ કરવાની સાથે ફાયરિંગની તાલીમ આપવામાં આવશે. આ કેમ્પમાં જોડાયેલા એન સી સી કેડેટ્સના તાલીમાર્થી ઓને પ્રથમ દિવસે કર્નલ ગૌરવ શર્મા દ્વારા આપવામાં આવેલા વિવિધ માર્ગ દર્શનનું પાલન કર્યું હતું.
