ધર્મનગરી પાટણમાં અનેક પ્રાચીન દેવાલયો અસ્થાનું પ્રતીક બન્યા છે. પાટણમાં વસતા વિવિધ જ્ઞાતિના લોકો પોતાનાદેવિદેવતાની પૂજા અર્ચના કરતા હોય છે. અહીં વસતા લોકો પોતાના કુળદેવીના ધાર્મિક પ્રસંગો પણ ભારે હર્ષોઉલ્લાસ સાથેઉજવતા હોય છે. ત્યારે પાટણ શહેરના ખમાર જ્ઞાતિ દ્વારા પોતાના કુળદેવી માતાજીની પરંપરાગત શોભાયાત્રા શહેરના ભદ્રવિસ્તારમાં આવેલ ખમાર જ્ઞાતિની વાડી ખાતેથી નીકળી હતી. આ શોભાયાત્રા પાટણ શહેરના કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ થઇ પાટણના વિવિધ માર્ગો ઉપર ફરી હતી નિજ મંદિર પરિસર ખાતે પરત ફરી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખમાર જ્ઞાતિના આગેવાનો જોડાયા હતા અને ભોજન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
Latest News
- Advertisement -