કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી અપાતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે અંદાજીત રૂપિયા ૯૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલા ઓક્સિજન પ્લાન્ટ માં ભરવા માટે ઓક્સિજન લીકવીડનુ ટેન્કર આજરોજ પાટણ આવી પહોંચતા તેનું સિદ્ધપુર ચાર રસ્તા ખાતે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા હારતોરા કરીને વધાવવામાં આવ્યું હતું . ત્યારબાદ લિક્વિડ ભરેલ ટેન્કરને યુનિવર્સિટી ખાતેના ઓક્સિજન પ્લાન્ટ પર લઈ જવામાં આવ્યું હતું . જ્યાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો ડી.એમ.પટેલ અને સ્નેહલભાઈ પટેલ દ્વારા કુમકુમ તિલક અને શ્રીફળ દ્વારા પૂજા વિધિ કરી ઓક્સિજન પ્લાન્ટ માં ઓક્સિજન લિક્વિડ નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી .
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ઓક્સિજન લિક્વિડ આર્વી પહોંચતા પાટણ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય મળી રહેશે તેવી આશા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.યુનિવર્સિટી ખાતે ઓક્સિજન લિક્વિડનુ ટેન્કર આવી પહોંચતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી,કારોબારી સભ્ય શૈલેશભાઈ પટેલ સહિત ના પદાધિકારીઓ તેમજ પાટણ શહેર ભાજપના આગેવાનો , કાર્યકર્તાઓ નગરપાલિકાના પ્રમુખ કોર્પોરેટરો સહિત પાટણ નગરના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા .
