ઉત્તર ગુજરાતના ઓલીયાપીર અને સંત શિરોમણી સદારામ બાપાએ તમામ સમાજોને વ્યસન મુક્તિ અને કુરિવાજો થી દૂરરહેવા માટે અલખ જગાડી હતી. ખાસ કરીને ઠાકોર સમાજને વ્યસન મુક્ત કરવામાં સદારામ બાપા નો સવિશેષ ફાળો રહેલો છે.આજે સદારામ બાપા આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ આ અવતારી પુરુષ ના પરચા જોવા મળે છે. ત્યારે સદારામબાપા નાપરમ ભક્ત અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા દર વર્ષે સદારામ બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે ભજન સંતવાણીનું આયોજન કરતાં હોય છે.
ત્યારે આજરોજ સદારામ બાપાની ત્રીજી તિથિ પુણ્યતિથિ નિમિત્તે પાટણ ખાતે આવેલા ચંદનજી ઠાકોરના નિવાસ્થાને સંતવાણી ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતોએ હાજરી આપી હતી.અનેસંતવાણીની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ચંદનજી ઠાકોર પરિવાર દ્વારા સદારામ બાપાના ગાદીપતિ દાસબાપૂનું પૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સદારામ બાપાના ભક્તો જોડાયા હતા.