છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષહોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે આબાબતે પાટણના કોંગ્રી ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે કે, 'કોઈ એક વ્યક્તિના જવાથી પાર્ટીને કોઈ નુકસાન થઈ શકતું નથી,પાર્ટી મોટી છે માણસ નહીં.'પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે હાર્દિકના રાજીનામા બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ પાર્ટી દ્વારા સન્માન ન મળતું હોવાની રાવ સાથે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા.
ત્યારે આજે રાજીનામું આપ્યું હોવાની મને જાણ થઇ છે. હાર્દિકથી કોંગ્રેસને કેટલું નુકસાન અંગે ધારાસભ્યને પૂછતા તેમણે જણાવ્યું હતુંકે, કોઈ પણ એક વ્યક્તિ સાથે સમગ્ર સમાજ જોડાયેલો હોતો નથી. વ્યક્તિની પોતાની ઈચ્છા પ્રમાણે રાજકારણમાં આવે છે અનેપાર્ટી બદલતા હોય છે. જેને લઇ પાર્ટીઓને નુકશાન થતું નથી, પાર્ટી મોટી હોય છે માણસ નહીં અને કોંગ્રેસ આઝાદી પહેલાંની પાર્ટી છે. જેમાં લાખો-કરોડો કાર્યકરો છે.