આજરોજ પાટણ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક નુ આયોજન લાયન્સ હોલ પાટણ ખાતે કરવામાં આવ્યુંહતું. બક્ષીપંચ મોરચાના જિલ્લા અધ્યક્ષ ડી.એન.ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કારોબારી બેઠકમાં આગામીવિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલના મિશન 182ને કઈ રીતે પરિપૂર્ણ કરવો તે અંગેનીસવિશેષ ચર્ચા કરવામાં આવી હતી.આગામી સમયમાં બક્ષીપંચ મોરચા દ્વારા ખાટલા બેઠક,પેજ સમિતિ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળવો સહિતનું માર્ગદર્શન જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાંઉપસ્થિત રહેલા પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલે પણ ભારતીય જનતા પાર્ટી ની ઉત્પતિ અને ત્યારબાદ વિકાસની વાતોવાગોળી હતી.પાર્ટીને મજબૂત બનાવવા પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પાર્ટીના અનેક સંનિષ્ઠ સિનિયર આગેવાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા.
પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલાએ પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લા ચારેય બેઠકોઉપર ભાજપનો ભગવો લહેરાય તે માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું.તો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લાભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે પણ કાર્યકરોને પેજ સમિતિનું કામકાજ ઝડપ થી પૂર્ણ કરવાનું લેશન આપ્યું હતું.આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા જિલ્લા પ્રભારી પી.એન.માળી,રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા મહામંત્રી સુરજગીરી ગોસ્વામી,જિલ્લા ડેલીકટ,તાલુકા ડેલીકટ,જિલ્લા અને તાલુકા હોદેદારો તમામ મંડળના પ્રમુખ-મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી રમેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.