પાટણ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે સાંજે પાંચ વાગતા વેપારીઓએ ધંધા રોજગાર બંધ ન કરતા પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે સહિત પોલીસ કર્મચારીઓ હાથમાં દંડો લઈ શહેરના બગવાડા, તિરૂપતિ માર્કેટ સહિત બજારો બંધ કરવા નીકળતા હતા. જેને લઈ વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ગણતરીની મિનિટોમાં વ્યાપારીઓ દુકાનોના શટર પાડતા બજારો સજ્જડ બંધ થઈ જવા પામ્યા હતા.
ત્યારે શહેરમાં બીજા દિવસે પણ વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજાર બંધ ૫ વાગે બંધ ન કરતા પ્રશાસન દ્વારા બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે દિવસ પર બજારોમાં ભીડ જોવા મળી હતી. પ્રાંત અધિકારી જેવા કલેકટર કક્ષાના અધિકારી દંડો લઈને બજારો બંધ કરાવવા નીકળતા અનેક સવાલો ઉભા થયા છે. આપને જણાવી દઈએ કે, પ્રાંત અધિકારીના આ વર્તનથી તિરૂપતિ બજારના કેટલાક વેપારીઓ જણાવ્યું હતું કે વેપારીઓએ સ્વૈચ્છિક બંધ આપ્યું છે. તો પ્રાંત અધિકારી શા માટે બંધ કરાવે છે એ બાબતે કલેકટરને રજૂઆત કરવામાં આવશે.