પાટણ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી પ્રક્રિયા સમયાંતરે યોજાતી રહે છે તે અંતર્ગત તાજેતરમાં આ અંગે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, આ અરજીઓમાંથી કેટલાક અરજદારોને ઓનલાઈન અરજી દરમિયાન ભૂલો રહી જતા કે તેમણે રજૂ કરવાના થતા પ્રમાણપત્ર આપવાનું ચૂકી જતા આવા 80 ઉપરાંત વાંધા અરજીઓ પાટણ જિલ્લા પંચાયત આઇસીડીએસ વિભાગને મળવા પામી હતી.
આ વાંધા અરજીઓની અપીલ એટલે કે સુનાવણી આજરોજ પાટણ જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ, નાયબ ડીડીઓ અને મુખ્ય જિલ્લા પ્રોગ્રામ અધિકારીની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી. જેમાં તબક્કાવાર દરેક તાલુકાના ઉમેદવારોને વ્યક્તિગત બોલાવીને તેમને સાંભળવામાં આવ્યા હતા અને તેમની રજૂઆતો સાંભળીને યોગ્ય નિર્ણય લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી