કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. ત્યારે માનવ સેવાની સાથે સાથે અબોલ જીવોની સેવા માટે સદાય અગ્રેસર રહેલ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના ગ્રુપની સેવાકીય પ્રવૃતિઓ પણ ખરેખર સરાહનીય બની રહી છે.
કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના ગ્રુપ પાટણ દ્વારા અબોલ પશુ અને શ્ર્વાનો માટે 200 કિલો લાડુ તૈયાર કરી પાટણ શહેરના વિવિધ મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં તેમજ આજુબાજુનાં ખેતર વિસ્તારમાં રહેતા શ્વાનો અને અબોલ પશુઓને વિતરણ કરવામાં આવ્યા હોવાનું ગૃપ ના કિરણભાઈ દેસાઈ એ જણાવ્યું હતું.ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી માનવ સેવાની સાથે સાથે અબોલ જીવોની સેવાકીય પ્રવૃત્તિ ખરેખર સરાહનીય હોવાનું પણ જણાવ્યું હતું.
