પાટણ નગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રિ.મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાં આવેલ વિવિધ કેનાલની સાફ-સફાઇકરવામાં આવતી હોય છે. પરંતુ ચાલુ સાલે નગરપાલિકા તંત્ર દ્વારા પાટણ શહેરની એકપણ કેનાલની સાફસફાઈ કરવામાં આવીનથી. પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ કેનાલમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગ ખડકાયા છે. અને દુર્ગંધયુક્ત કેનાલથી લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે.
ત્યારે આ બાબતે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-7 ના કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા દ્વારા નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી કેનાલ ની સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે. ખાસ કરીને પાટણ શહેરમાં ચોમાસાની ઋતુમાં આનંદ સરોવરમાં ભરાતા વરસાદી પાણીના કારણે આજુબાજુની સોસાયટીમાં પાણી ભરાતાહોય છે. ત્યારે કેનાલોનીની સફાઈ થાય અને કેનાલમાંથી પાણી વહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો આનંદ સરોવરમાંવરસાદિ પાણી ના ભરાય તો આજુબાજુની સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવી ના પડે એવું રાજેન્દ્ર હોરવાણીયાએ જણાવ્યું હતું.