પાટણ નગરપાલિકા સંચાલિત જીમખાના પાટણ ખાતે મિતુલ વ્યાસ ઇન્ટર ટુર્નામેન્ટની ફાઇનલ મેચ એ ઇલેવન અને બી ઇલેવન વચ્ચે યોજાઈ હતી.જેમાં એ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો. છેલ્લા 6 મહિનાથી ચાલતી આ ટુર્નામેન્ટ માં ૧૩૫ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં જીમખાના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલે જણાવ્યું કે જીમખાના માંથી કેટલાય ખેલાડીઓ આજે રાજ્ય અને રાષ્ટ્ર લેવલે પાટણ જિલ્લાનું ગૌરવ વધારે છે. ફાઇનલમાં વિજેતા ટીમને નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ,કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા